નેશનલ ગેમ્સ: ગુજરાતની મહિલા ટેનિસ ટીમેસિલ્વર મેડલ જીત્યો. ( બોક્સિંગમાં હેતલ ડામાને બ્રોન્ઝ મેડલ)

38મી નેશનલ ગેમ્સ દરમિયાન ગુજરાતી ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં મેડલ્સ પોતાના નામે કર્યા છે. જેમાં ટેનિસ ટીમે સિલ્વર મેડલ જીતી વધુ એક મેડલ ઉમેર્યો હતો. ગુજરાતની મહિલા ટીમ સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ગુજરાતને હરાવી મહારાષ્ટ્રની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઝીલ દેસાઈ આંકાક્ષા નટ્ટુરે સામે 3-6, 6-3, 3-6થી હારી હતી. જ્યારે વૈભવી ચૌધરી વૈષ્ણવી અડકર સામે 3-6, 3-6થી હારી હતી. આ ટીમમાં પ્રિયાંશી ભંડારી, વિધિ જાની અને સૌમ્યા વિજ પણ હતી. 

જ્યારે ગુજરાતની હેતલ ડામા એ 52-54 કિલોગ્રામની વજનવર્ગ કેટેગરીમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાતે ઉત્તરાખંડ ખાતેની નેશનલ ગેમ્સમાં 2 ગોલ્ડમેડલ, 4 સિલ્વર મેડલ અને 11 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 17 મેડલ પોતાના નામે કર્યા છે. આ સમયે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ ભારતીય બોક્સર લવલીનાએ ગોલ્ડ મેડલ જીત્યો. આસામની લવલીનાએ ચંદીગઢની પ્રાંશૂ રાઠોડને હરાવી હતી. પુરુષોની ટેનિસમાં તામિલનાડુએ બાજી મારી હતી

Source: દિવ્ય ભાસ્કર